તાજેતરમાં ઈન્ડોનેશિયા ખાતે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન વર્કિંગ કમિટીની બેઠક મળી હતી જે સિરામિક ટાઇલ્સ માટેનું ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન માર્કેટ છે આ કમિટીમા 29 દેશોના સભ્યો છે જેમાં ચાઇના દ્વારા સ્લેબ ટાઇલ્સ માટે ફ્લકચર સ્ટે્રેન્થ ઓફ ગ્લેઝ નામનું નવું સ્ટાન્ડર્ડ લાવવામાં આવ્યું હતું જેનો ભારતના ડેલીગેશન સાથે અન્ય દેશોએ વિરોધ નોંધાવી ચાઇનાની કુટનીતિનો વિરોધ કર્યો હતો અને તેનુ નવુ સ્ટાન્ડર્ડ કેન્સલ થયું હતું જેથી કરીને ચાઇનાને વધુ એક લપડાક લાગી હતી.


મોરબી સીરામીક ઉદ્યોગ 20 હજાર કરોડનું વાર્ષિક ટન ઓવર ધરાવે છે

મોરબી સીરામીક ઉદ્યોગ 20 હજાર કરોડનું વાર્ષિક ટન ઓવર ધરાવે છે અને આ વાર્ષિક ટન ઓવર પર ચાઇનાની નજર છે ત્યારે નવું સ્ટાન્ડર્ડ રજૂ કરીને ભારતના સિરામિક સહિત વિશ્વના સિરામિક ઉદ્યોગ પર ચીન દ્વારા કબજો કરવાનું સપનું હાલમાં રોળાઈ ગયું અને તેના ગાલ પર હાલમાં ચીનને લપડાક પડી છે.

ફ્લકચર સ્ટે્રેન્થ ઓફ ગ્લેઝ ટેસ્ટ લાવવાથી મોરબીના જીવીટી બનાવતા એકમોને નુકશાન

ફ્લકચર સ્ટે્રેન્થ ઓફ ગ્લેઝ ટેસ્ટ લાવવાથી મોરબીના જીવીટી બનાવતા એકમોને ઘણી બધી નુકસાની જાય તેમ છે કારણ કે આ ટેસ્ટ મુજબની ગુણવત્તા માટેની ટાઇલ્સ બનાવવા માટે આપણા ભારતમાં આ સ્ટાન્ડર્ડ માટેનું રો મટીરીયલ અવેલેબલ નથી આ ટેસ્ટ આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડમાં આવે તો તે ગુણવત્તા મુજબની ટાઇલ્સ મોરબીમાં બનાવવા માટે ભારતે બીજા દેશના રો મટરીયલ્સ પર આધારિત રહેવું પડે તેવી સ્થિતિ નિર્માણ થાય તેમ છે સાથે જ આ સ્ટાન્ડર્ડ પ્રાપ્ત કરવા માટે રો મટીરીયલનો ઈમ્પોર્ટ કરવો પડે જેથી તેને પડતર કિંમત ઊંચી જ આવતા વૈશ્વિક માર્કેટમાં સિરામિક ઉદ્યોગકારો ટકી શકે નહીં.

 મોરબી સિરામિક ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય માર્કેટમાંથી ખતમ કરવાનો પ્રયાસ કર્યો હતો

મોરબી સિરામિક ઉદ્યોગ ચાઇનાને સારી રીતે જાણતું હોય અને પોતાની અનુકૂળતા મુજબ ISO-TC/189 વર્કિંગ કમિટીની બેઠકમાં સ્ટાન્ડર્ડ પાસ કરાવી મોરબી સિરામિક ઉદ્યોગને આંતરરાષ્ટ્રીય માર્કેટમાંથી ખતમ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ચાઇનાની મેલી મુરાદને સમયસર પારખીને ભારતીય ડેલીગેશને બિનજરૂરી ટેસ્ટ મેથડનો વિરોધ કર્યો હતો

સિરામિક ટાઇલ્સ માટેનું ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન

ઈન્ડોનેશિયા ખાતે ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન વર્કિંગ કમિટીની જે બેઠક મળી હતી તેમાં અમેરિકા,ઇટાલી, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા, તુર્કી સહિતના દેશો જોડાયા હતા. આ ઓર્ગેનાઇઝેશન ISO-TC/189 સિરામિક ટાઇલ્સ માટેનું ઇન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન છે.


આ પણ વાંચો---   Banaskantha : પાલનપુરની છાપરા ગ્રામ પંચાયતનો દારૂ બંધી માટે મહત્વનો નિર્ણય, દારુ વેચશો કે પીશો તો તમામ લાભ બંધ કરાશે

  • Follow us on: