મોરબી જિલ્લામાં સિરામિક અને ઘડિયાળ ઉદ્યોગ ક્ષેત્રે સાધેલા અનન્ય વિકાસ થકી વિકાસનું મોડલ બન્યું છે.અહીંના ઉદ્યોગોના વિકાસ માટે સરકાર દ્વારા ગત 2 વર્ષમાં 1200થી વધુ ઔદ્યોગિક એકમોને રૂ.460 કરોડથી વધુની નાણાકીય સહાય પૂરી પાડી છે.ગુજરાત વાયબ્રન્ટ સમિટ અને આ વર્ષે સરકારે લીધેલા રિજિયોનલ વાયબ્રન્ટ કોન્ફરન્સના માધ્યમથી ઔદ્યોગિક વિકાસની ગતિ વધુ તેજ બની રહી છે ત્યારે આ કાર્યક્રમનાં ભાગરૂપે મોરબીમાં યોજાયેલ કાર્યક્રમમાં 50 કંપનીઓ વચ્ચે રૂ.2470 કરોડનાં એમ.ઓ.યુ.થયા હતા.


વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું ક્લસ્ટર

સિરામિકના વૈશ્વિક હબ તરીકે જાણીતા મોરબીનું સિરામિક ક્લસ્ટર સિરામિક પેદાશોના ઉત્પાદનમાં વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટું ક્લસ્ટર છે. ગુજરાતના સિરામિક ઉત્પાદનમાં 90 ટકા હિસ્સો તો ફક્ત મોરબીનો જ છે.સિરામિક ઉત્પાદનોની દેશની કુલ નિકાસમાં પણ નોંધપાત્ર 80 ટકા હિસ્સો મોરબી પૂરો પાડે છે. મોરબીમાં સિરામિક ઉદ્યોગની 1200થી વધુ ફેક્ટરી આવેલી છે.જેનું વાર્ષિક ટન ઓવર અંદાજિત રૂ.60 હજાર કરોડ અને વાર્ષિક નિકાસ રૂ.12 હજાર કરોડની છે.વર્ષ 2023-24માં અંદાજતિ રૂ.12 હજાર કરોડ, વર્ષ 2024-25માં અંદાજિત રૂ 12 હજાર કરોડ તથા ચાલુ વર્ષની સ્થિતિએ રૂ.10 હજાર કરોડની નિકાસ નોંધાયેલી છે.

૩.૫ લાખ લોકો સીધી રોજગારી મેળવી રહ્યા છે

મોરબીના સિરામિક ઉત્પાદનોની યુનાઇટેડ સ્ટેટ્સ, ફ્રાન્સ, જર્મની, ઓમાન, શ્રીલંકા, ઇજિપ્ત, યુકે તથા જાપાન સહિતના દેશોમાં વિશેષ માંગ રહેલી છે. રોજગારીના સર્જન માટે મોરબીના ઉદ્યોગો સવિશેષ મહત્વ ધરાવે છે. જ્યાં દેશના અનેક રાજ્યોમાંથી યુવાઓ રોજગારી માટે મોરબી આવે છે. મોરબીના સિરામિક ઉદ્યોગોમાં અંદાજિત ૩.૫ લાખ લોકો સીધી રોજગારી મેળવી રહ્યા છે. ઉપરાંત ટ્રાન્સપોર્ટ, પેકેજીંગ, લેમીનેટ્સ, માર્કેટિંગ, રો-મટીરીયલ અને લોજિસ્ટિક સહિતના ઉદ્યોગો સિરામિક ઉદ્યોગના વિકાસની સાથે પ્રત્યક્ષ રીતે સંકળાયેલા હોવાથી તેમનો વિકાસ થયો છે અને આ ઉદ્યોગોમાં પ્રત્યક્ષ/પરોક્ષ રીતે અંદાજિત ૫ લાખ લોકો રોજગારી મેળવે છે.


આ પણ વાંચોઃ Patan News: જિલ્લામાં PMJAY અંતર્ગત 1.28 લાખ દર્દીઓને લાભ મળ્યો, 3.15 અબજની નિઃશુલ્ક સારવાર


  • Follow us on: