હાલ રાજ્યમાં શિયાળોની ઋતુ ચાલી રહી છે. આ દરમિયાન રાજ્યમાં ઘણા વિદેશી પક્ષીઓનું આગમન થાય છે. આ વચ્ચે મોરબીના ચાચાપરમાં યાયાવર પક્ષીકુંજના મોત થવાની ઘટના સામે આવી છે. કોમન ક્રેન પક્ષીઓના મોરબીના ચાચાપર ગામની સીમમાંથી 25 મૃતદેહ મળી આવતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.
વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી
મોરબી જિલ્લામાં આવેલા ચાચાપર ગામની લીમ વિસ્તારમાંથી 25 કોમન ક્રેન પક્ષીના મૃતદેહ મળી આવ્યા હતા. આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ વન વિભાગની ટીમે 25 મૃતદેહોને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપ્યા છે. આ પક્ષીના મોત કેવી રીતે થયા તે અંગે વન વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. વન વિભાગની ટીમે આ અંગે જણાવ્યું હતું કે, કોમન ક્રેન એ વિદેશી પક્ષી છે. જેમાના 25 મૃતદેહો મળી આવ્યા છે. આ પક્ષીઓના મોતનું કારણ પોસ્ટ મોર્ટમ બાદ સામે આવશે.













