પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચોરો સામે લાલ આંખ કરવામાં આવી છે. છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા સઘન સર્ચ ઓપરેશન દરમિયાન તંત્રએ અંદાજે રૂ.45 લાખની વીજચોરી ઝડપી પાડી છે. PGVCLની કુલ 34 જેટલી ટીમોએ હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં ધામા નાખ્યા હતા. આ કામગીરી દરમિયાન અધિકારીઓએ ઘનશ્યામપુર, કોઇબા, અજીતગઢ, માયાપુર, ખેતરડી અને રાતાભેર સહિતના ગામડાઓમાં વીજ જોડાણોની તપાસ કરી હતી.
ઘનશ્યામપુર, કોઇબા, અજીતગઢમાં વીજ ચેકિંગ
તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીની મુખ્ય વિગતો નીચે મુજબ છે: કુલ તપાસ: ત્રણ દિવસમાં 200થી વધુ મકાનોમાં તપાસ કરવામાં આવી. કુલ 64 જોડાણોમાં વીજ ચોરી કે ગેરરીતિ સામે આવી છે. 63 જેટલા રહેણાંક મકાનોમાં ડાયરેક્ટ આંકડા કે મીટરમાં છેડછાડ ઝડપાઈ. એક પાણીના પ્લાન્ટમાં પણ ગેરરીતિ ઝડપાતા મોટું બિલ ફટકારવામાં આવ્યું છે.













