મોરબીમાં રખડતા શ્વાનને લઈને ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે. એક જ દિવસમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 8 લોકોને શ્વાન કરડ્યાં હતાં જેમાં એક બાળકનો પણ સમાવેશ થાય છે. તમામ ઈજાગ્રસ્તોને મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડીને સારવાર આપવામાં આવી છે. સ્થાનિક લોકોમાં રોષ અને ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.
રખડતા શ્વાનને લઈને ચિંતાનો માહોલ
શહેરમાં ટીનાબેન તુમલભાઈ ,તેજલબેન કંઝારીયા,ભાર્ગવ દેવજીભાઈ,આરજુબેન રિયાઝભાઇ,શર્માબેન પ્રકાશભાઈ,રાકેશભાઈ નાનાભાઇ, કિશોરભાઇ ઊકાભાઈ ઉડેચાને રખડતા શ્વાનોએ બચકાં ભર્યા હતાં. આ તમામ લોકોને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. તંત્રના અધિકારીઓએ જણાવ્યું કે રખડતા કૂતરાઓને નિયંત્રણમાં લેવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવશે.













