નડિયાદની દિનશા પટેલ નર્સિંગ કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થી જય પાટીલની આત્મહત્યા બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ મામલે મૃતકની માતાએ કોલેજના આચાર્ય સહીત પાંચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે.


મૃતકની માતાએ ફરિયાદ નોંધાવી

વરસોલા પીએચસીમાં ફરજ બજાવતા મૃતકની માતા ઉર્મિલાબેન પાટીલે નડીયાદ રુરલ પોલીસમાં આચાર્ય સહિત પાંચ શખ્સ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

મહિલા પ્રોફેસરના શરીર વિષયક કોમેન્ટને લઈને જય પાટીલ પર માનસિક ત્રાસ

આરોપ મુજબ, મહિલા પ્રોફેસરના શરીર વિષયક કોમેન્ટને લઈને જય પાટીલ પર માનસિક ત્રાસ ગુજારાયો હતો. મૃતકની સુસાઇ઼ડ નોટમાં તેણે પોતાની નિર્દોષતા દર્શાવી હતી અને માતાને સોરી કહ્યું હતું.

મૃતક વિદ્યાર્થી પાસે બળજબરીથી માફી પત્રક લખાવવાનો આરોપ

 કોલેજના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીને એકલો પાડીને ખોટો આરોપ મુકવામાં આવ્યો હતો. ત્રણે પ્રોફેસરો દ્વારા આચાર્ય સમક્ષ, મૃતક વિદ્યાર્થી પાસે બળજબરીથી માફી પત્રક લખાવવાનો આરોપ પણ લગાવ્યો છે.

પોલીસે તપાસ શરુ કરી

પોલીસ આ કેસની તપાસ કરી રહી છે . ઉલ્લેખનિય છે કે મૃતકના પરિવારે આ મામલે જિલ્લા પોલીસ વડાને પણ આવેદનપત્ર આપ્યું હતું. 


આ પણ વાંચો----    Ahmedabad : ગૌ હત્યા અને હેરાફેરી સામે કાયદો પણ ગૌવંશને કતલખાને લઇ જનારા તત્વો બેફામ, જાણો ગૌવંશ હત્યાનો કાયદો કેટલો કડક છે

  • Follow us on: