આજે પોષી પૂનમના પવિત્ર અવસરે નડિયાદ સ્થિત પ્રસિદ્ધ સંતરામ મંદિરે પરંપરાગત રીતે ભવ્ય ઉજવણી યોજાશે. આ અવસરે મંદિર પરિસરમાં ધાર્મિક આસ્થા અને ભક્તિનો માહોલ સર્જાશે અને મોટી સંખ્યામાં ભક્તો ઉજવણીમાં સામેલ થશે.


ઉછામણી સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવશે

પોષી પૂનમ નિમિત્તે સંતરામ મંદિરે પરંપરાગત રીતે બોરની ઉછામણી કરવામાં આવશે. ઉછામણીની આ અનોખી પરંપરા ભક્તોમાં વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે. ઉછામણી સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવશે, જેમાં ભજન-કીર્તન અને ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે.

બોરની ઉછામણીની આ પરંપરા છેલ્લા 200 વર્ષથી સતત ચાલી આવી રહી છે

ખાસ વાત એ છે કે સંતરામ મંદિરે બોરની ઉછામણીની આ પરંપરા છેલ્લા 200 વર્ષથી સતત ચાલી આવી રહી છે, જે મંદિરની ઐતિહાસિક અને ધાર્મિક મહત્તા દર્શાવે છે.

વહેલી સવારથી જ ભક્તોની ભીડ

પૂનમના દિવસે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળશે. મંદિર પ્રશાસન દ્વારા ભક્તોની સુવિધા અને વ્યવસ્થા માટે જરૂરી આયોજન કરવામાં આવ્યું છે.


આ પણ વાંચો----   ACB ની કાર્યવાહી, 1 વર્ષમાં રાજ્યમાં 1.72 કરોડની રકમની લાંચ લેવાઇ, સૌથી વધુ ગૃહ વિભાગમાં 59, પંચાયતમાં 27 કેસ થયા

  • Follow us on: