દિવાળીના તહેવારો હવે નજીક છે ત્યારે નડિયાદમાં સંતરામ મંદિરના 60 ફૂટ ઊંચા શિખરની વિશેષ સાફ સફાઈ કરવામાં આવી છે. મંદિરના 60 ફૂટ ઊંચા શિખરને સ્વચ્છ કરવા માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. ફાયર બ્રિગેડે 60 ફૂટ ઊંચો ફુવારો મારીને સંતરામ મંદિરના શિખરને સ્વચ્છ કર્યું હતું.


ફાયર બ્રિગેડે ફુલ પ્રેશર સાથે 2000 લિટર પાણીનો મારો ચલાવી શિખર પરથી ધૂળ અને ગંદકી હટાવી

ફાયર બ્રિગેડે ફુલ પ્રેશર સાથે 2000 લિટર પાણીનો મારો ચલાવી શિખર પરથી ધૂળ અને ગંદકી હટાવી હતી. હાલ સંતરામ મંદિરમાં દિવાળી ના પાવન પર્વની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મંદિર સ્વચ્છ કર્યા બાદ ફૂલો અને રોશની થી મંદિર સજાવવાની પણ કામગીરી થશે

સંતરામ મંદિરના 60 ફૂટ ઊંચા શિખરને ધોવામાં આવ્યું

દિવાળીના પાવન પર્વ પર ભક્તો પવિત્ર અને રમણીય વાતાવરણમાં સંતરામ મહારાજના દર્શનનો લાભ લઈ શકે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે અને આ માટે નડિયાદમાં સંતરામ મંદિરના 60 ફૂટ ઊંચા શિખરને ધોવામાં આવ્યું હતું.

 સંતરામ મંદિરને પણ દિવાળી નિમિત્તે સ્વચ્છ અને સુશોભિત કરવાની કામગીરી

સમગ્ર નડિયાદ શહેર સહિત ખેડા જિલ્લામાં દિવાળીના મહાપર્વની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર એવા સુપ્રસિદ્ધ સંતરામ મંદિરને પણ દિવાળી નિમિત્તે સ્વચ્છ અને સુશોભિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

મંદિર પ્રશાસને નડિયાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની મદદ લીધી

આ સફાઈ અભિયાનના ભાગરૂપે મંદિરના લગભગ 60 ફૂટ ઊંચા શિખરને સ્વચ્છ કરવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. સામાન્ય રીતે આટલી ઊંચાઈ પર સફાઈ મુશ્કેલ હોય છે. તેથી મંદિર પ્રશાસને નડિયાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની મદદ લીધી હતી.

 60 ફૂટ ઊંચો ફુવારો મારીને મંદિરના શિખર પરની ધૂળ અને ગંદકી દૂર કરી

ફાયર બ્રિગેડની ટીમે અંદાજે 2 હજાર લીટર પાણીનો પ્રેશર સાથે મારો ચલાવીને 60 ફૂટ ઊંચો ફુવારો મારીને મંદિરના શિખર પરની ધૂળ અને ગંદકી દૂર કરી તેને સંપૂર્ણપણે સ્વચ્છ કર્યું હતું.

પવિત્ર અને રમણીય વાતાવરણમાં સંતરામ મહારાજના દર્શન

આ સફાઈ બાદ હવે મંદિરને રોશની અને ફૂલોથી સજાવવાની કામગીરી પણ ઝડપથી આગળ વધશે, જેથી દિવાળીના દિવસોમાં ભક્તો પવિત્ર અને રમણીય વાતાવરણમાં સંતરામ મહારાજના દર્શનનો લાભ લઈ શકે.

  • Follow us on: