ગુજરાતમાં રખડતા ઢોરોનો ત્રાસ હજી પણ યથાવત છે. હાઈકોર્ટના કડક આદેશો બાદ પણ તંત્ર રખડતા ઢોરોને રોડ પરથી દૂર કરવામાં નિષ્ફળ રહ્યું છે. અનેક વિસ્તારોમાં રસ્તા પર ફરી રહેલા ઢોરોના ત્રાસથી લોકો હેરાન પરેશાન થઈ ગયાં છે. ત્યારે નડિયાદમાં બિલોદરા ફાટક પાસે બે આખલા બાખડતા વાહનચાલકોમાં ભય ફેલાયો હતો. જાહેરમાં બે આખલાઓ બાખડતા લોકોમાં ભય ફેલાયો હતો. ઢોર નિયંત્રણ વિભાગ સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે.
નડિયાદમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત
પ્રાપ્ત વિગતો પ્રમાણે નડિયાદ મહાનગર પાલિકાના વિસ્તારમાં ઢોર નિયંત્રણ વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયાં છે. જાહેર માર્ગ પર બે આખલાઓ વચ્ચે યુદ્ધ ખેલાયું હતું. ભુરાંટા થયેલા આખલાઓએ આખો રોડ બાનમાં લીધો હતો. બિલોદરા ફાટક પાસે બે આંખલાઓએ હાઈવેને બાનમા લીધો હતો. આ રસ્તેથી પસાર થનારા વાહનચાલકો અટવાયા હતાં. મુખ્ય માર્ગ પર જ બે આખલાઓ બાખડતા વાહનચાલકોમાં ભય ફેલાયો હતો.













