નડિયાદમાં 3 ઈંચ વરસાદથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ભારે વરસાદથી અનેક સ્થળોએ પાણી ભરાયા છે. માઈ મંદિર, શ્રેયસ, ખોડીયાર ગરનાળું પાણીમાં ગરકાવ થયું છે. 3 ગરનાળા ભરાવાથી પૂર્વ-પશ્ચિમ અવરજવર બંધ કરવામાં આવી છે. પીજ ભાગોળ હનુમાનજી મંદિર વિસ્તાર, દેસાઈ વગામા હોસ્પિટલ રોડ પાણીમાં ગરકાવ થયો છે. હાસ્પિટલ આવતા દર્દીઓ, સગાઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
નડિયાદમાં ધોધમાર 3 ઈંચ વરસાદ













