નવસારી જિલ્લાના બીલીમોરાના દેસરા વિસ્તારમાં આવેલા મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના સામે આવી છે. મંદિરમાંથી ચોરી કરી ભાગતા એક યુવક અને તેની સગીર બહેનને સ્થાનિક લોકોએ જોઈ જતા બંને બચવા માટે અંબિકા નદીમાં કૂદી ગયા હતા.
બીલીમોરા પોલીસ હરકતમાં આવી
આ મામલે તત્કાળ સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. . બંને ભાઇ બહેન ચોરીના સામાન સાથે નદીમાં કૂદતા જ બીલીમોરા પોલીસ હરકતમાં આવી હતી.













