નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) એ ગેરકાયદેસર દારૂની હેરાફેરી પર અંકુશ લગાવતા મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. વેસ્મા ગામ નજીક બોલેરો ટેમ્પોમાંથી પોલીસે 2,85,360 કિંમતે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો ગયો છે. આ મામલે બે આરોપીઓને ઝડપી લેવાયા છે, જ્યારે ચાર અન્ય આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા છે.


LCBની ટીમે બોલેરો મેક્સ પીકઅપ ટેમ્પોને રોકી તેની તપાસ કરી

 પોલીસે બાતમીના આધારે *નેશનલ હાઈવે-48 પર વેસ્મા ગામના ઓવરબ્રીજની દક્ષિણ બાજુ નાકાબંધી ગોઠવી હતી. વોચ દરમિયાન, LCBની ટીમે બોલેરો મેક્સ પીકઅપ ટેમ્પોને રોકી તેની તપાસ કરી.

ડુંગળીની આડમાં દારુ

ટેમ્પો તપાસ દરમિયાન વેસ્ટ ડુંગળીની બોરીઓ અને પ્લાસ્ટિકના ખાલી કેરેટમાં છુપાવવામાં આવેલ વિદેશી દારૂ (વ્હીસ્કી) ની બોટલ અને ટીન બીયર મળી આવી, કુલ 1200 નંગનો જથ્થો મળ્યો હતો

પોલીસે કબજે કરેલો મુદ્દામાલ

પોલીસે વિદેશી દારૂ: (કિંમત) 2,85,360) તથા બોલેરો પીકઅપ ટેમ્પો અને બે મોબાઇલ ફોન મળીને 7,90,860 રુપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો

પકડાયેલા આરોપીઓ

 પોલીસે સ્થળ પરથી ગૌરવકાંત જયપ્રકાશ રાજનારાયણ કટીયાર તથા અમિતકુમાર છવીનાથ ચંદ્રિકા ચૌહાનને ઝડપી પાડ્યા હતા જ્યારે સોહેલ મિર્ઝા (પીપોદરા, સુરત) – દારૂ મંગાવનાર, રાજુ યાદવ (કીમ, સુરત) – ટેમ્પો પાયલોટિંગ, વિનય રાઠોડ (નરોલી, સેલવાસ) – ટેમ્પો પાયલોટિંગ અને ટેમ્પોનો હાલનો માલિક અને તપાસમાં આગળની ઓળખ થતા અન્ય શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે

કાયદેસર કાર્યવાહી

LCBC દ્વારા પકડાયેલા અને વોન્ટેડ આરોપીઓ વિરુદ્ધ નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયો છે અને આગળની તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો-----  Gujarat Flashback 2025 : આ વર્ષે રાજ્યના અલગ અલગ શહેરોના 338 અસામાજિક તત્વો સામે GUJCTOC નો ગુનો નોંધાયો


  • Follow us on: