જલાલપોર તાલુકા ભાજપના 2 મહામંત્રીના રાજીનામા અને મહામંત્રી કેતન પટેલ, ચેતન પટેલનું રાજીનામું પડયું છે, જિલ્લા ભાજપ મહિલા મોરચાના મહામંત્રીનું રાજીનામું પડયું છે, મહિલા મોરચાના મહામંત્રી રોશની પટેલનું રાજીનામું અને ભાજપમાં અત્યાર સુધી 7 લોકોએ રાજીનામા આપ્યા છે.
નવસારી જિલ્લા ભાજપમાં અસંતોષ યથાવત
નવસારી જિલ્લા ભાજપ સંગઠનનું માળખું જાહેર થયા બાદ પાર્ટીના લોકોમાં જ અસંતોષ જોવા મળ્યો છે, નવસારી જિલ્લા ભાજપ સંગઠન માળખામાં સમાવિષ્ટ કરાયેલા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ, મંત્રી તેમજ કિસાન અને બક્ષીપંચ મોરચાના બે મહામંત્રી મળી નવનિયુક્ત ચાર હોદ્દેદારોએ જલાલપોરને અન્યાય કરવાના આરોપ સાથે હોદ્દા પરથી રાજીનામા આપ્યા છે, જલાલપોરના ધારાસભ્ય આર. સી. પટેલના જૂથને મહામંત્રીપદ નહીં મળતા અન્યાયની લાગણી પ્રસરી છે.













