નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ નશાના કારોબારીઓ વિરુદ્ધ લાલ આંખ કરી એક મોટી સફળતા મેળવી છે. બાતમીના આધારે SOGની ટીમે બોરિયાચ ટોલનાકા પાસે વોચ ગોઠવીને ઓરિસ્સાથી ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રહેલા નશીલા પદાર્થ ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.


ગુજરાતમાં ઘૂસાડવામાં આવી રહેલો ગાંજો ઝડપી પાડ્યો

પોલીસે એક પિકઅપ વાનમાંથી 20 કિલોથી વધુ ગાંજો કબજે કર્યો છે, જેની બજાર કિંમત આશરે 10 લાખ રૂપિયાથી વધુ હોવાનું મનાય છે. આ ગાંજો મુંબઈથી નડિયાદ લઈ જવામાં આવી રહ્યો હતો. નશાનો આ કાળો કારોબાર છેક ઓરિસ્સાથી શરૂ થઈ વાયા મુંબઈ થઈ ગુજરાતના નડિયાદ સુધી ફેલાયેલો હતો. પોલીસે ઘટનાસ્થળેથી પિકઅપમાં સવાર બે ઇસમોને ઝડપી પાડ્યા છે. આ સાથે જ પોલીસે વાહન અને નશીલા પદાર્થ સહિત કુલ 19 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ગાંજો પિકઅપ વાનમાં લઈ જવાઈ રહ્યો હતો

આ કેસમાં પોલીસની પ્રાથમિક તપાસમાં અન્ય ચાર ઈસમોના નામ પણ ખૂલ્યા છે, જેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. નવસારી પોલીસે આ આખા રેકેટના મૂળ સુધી પહોંચવા અને અન્ય સંડોવાયેલા શખ્સોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. દક્ષિણ ગુજરાતમાં નશાના નેટવર્કને તોડવા માટે SOGની આ કામગીરીની પ્રશંસા થઈ રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: