ગુજરાતમાં દારૂબંધી વચ્ચે બુટલેગરો દ્વારા અપનાવવામાં આવતી નવી નવી રીતો સામે પોલીસ પણ સતર્ક હોય છે અને અવાર નવાર બુટલેગરો દ્વારા અપનાવાયેલા કિમીયાને ખુલ્લો પાડતી હોય છે ત્યારે આવા જ એક બનાવમાં નવસારી એલસીબીએ સંઘપ્રદેશમાંથી ગુજરાતમાં ગેરકાયદે દારૂ ઘૂસાડવાનો મોટો કારસો ખુલ્લો પાડી દીધો છે.
બુટલેગરોની ચાલાકી સામે આવી
મળેલી બાતમીના આધારે નવસારી લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે બોરિયાચ ટોલ નાકા ખાતે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન એક શંકાસ્પદ વાહનને અટકાવી તપાસ કરતાં બુટલેગરોની ચાલાકી સામે આવી હતી.
બુટલેગરે જૂના તોતીંગ ટાયરોની અંદર દારૂની બોટલો ભર્યો
પોલીસથી બચવા માટે બુટલેગરે જૂના તોતીંગ ટાયરોની અંદર દારૂની બોટલો ભરીને સુરત તરફ જથ્થો મોકલવાનો પ્રયાસ કર્યો હતો.
ટાયરની આડમાં લઈ જવાતો દારૂ ઝડપી લીધા
પોલીસે શંકાના આદારે વાહન રોકીને જૂના ટાયરો ખોલીને તેમાં તપાસ કરતા દારુનો જથ્થો મળી આવ્યો હતો જે જોઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે ટાયરની આડમાં લઈ જવાતો દારૂ ઝડપી પાડી વાહન સાથે જથ્થો જપ્ત કર્યો છે.
પોલીસ તપાસ શરુ
પોલીસે આ મામલે સંડોવાયેલા આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બુટલેગરોમાં ફફડાટ
નવસારી એલસીબીની આ સફળ કામગીરીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે, જ્યારે પોલીસ દ્વારા દારૂના ગેરકાયદે ધંધા સામે કડક વલણ અપનાવવામાં આવી રહ્યું હોવાનું સ્પષ્ટ થાય છે.
આ પણ વાંચો----- Gujaratમાં દારૂબંધીનું નાટક બંધ થવું જોઈએ: પૂર્વ CM શંકરસિંહ વાઘેલા