નવસારી શહેરમાં થયેલી એક કિશોરીના કરંટ લાગ્યા બાદ મોતની ઘટનામાં નવો વળાંક આવ્યો છે. સ્થાનિક પોલીસને શંકાસ્પદ CCTV ફૂટેજ મળ્યા છે, જેના આધારે હવે પોલીસ આત્મહત્યા થિયરી પર ગંભીરતા સાથે તપાસ કરી રહી છે.


ફૂટેજમાં મૃતક કિશોરીને બિલ્ડીંગના ટેરેસ પર ઊભી જોવા મળી

CCTV ફૂટેજમાં મૃતક કિશોરીને બિલ્ડીંગના ટેરેસ પર ઊભી જોવા મળી છે. તપાસમાં ટેરેસ પર કિશોરીના ચપ્પલ પણ મળી આવ્યા છે, જેથી પોલીસને શંકા લાગી રહી છે.

કિશોરીએ આત્મહત્યા કરી હોવાની સંભાવના

પોલીસ સૂત્રો કહે છે કે હાલના આધારે આ અકસ્માત કરંટ લાગવાના કારણથી થયો નહીં, પરંતુ કિશોરીએ આત્મહત્યા કરી હોવાની સંભાવના છે. આ દિશામાં વધુ તપાસ ચાલી રહી છે, અને સુરક્ષા કેમેરા ફૂટેજ તેમજ સાક્ષીઓ પાસેથી મળેલી જાણકારી પર આધાર રાખી તથ્યો એકઠા કરવામાં આવી રહ્યા છે. 


આ પણ વાંચો----     Patan ના ઝીલીયાકાંડમાં PI સહિત 8 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, લુખ્ખાઓથી આટલી ડરે તે પોલીસ હોય ?


  • Follow us on: