નવસારી કૃષિ વિશ્વવિદ્યાલય (NAU)ના પરિસરમાં એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે. વિશ્વવિદ્યાલયના પરિસરમાં બાળપણથી રહેતા એક યુવાનની છરીના ઘા ઝીંકીને ઘાતકી હત્યા કરવામાં આવી છે. યુવાનની હત્યા પરિસરના નિર્જન વિસ્તારમાં કરવામાં આવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિશ્વવિદ્યાલય પરિસરમાં સનસનાટી મચી ગઈ છે અને પોલીસ દોડતી થઈ છે. હત્યાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. 


કૃષિ વિશ્વવિદ્યાલય પરિસરમાં યુવાનની હત્યા

હત્યારો યુવાનને છરીના ઘા મારીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. પોલીસે અજાણ્યા હત્યારાને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરીને પૂછપરછ શરૂ કરી છે. હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: