પાલીતાણા શહેરમાં ટેકાના ભાવે મગફળી ખરીદી દરમિયાન ખેડૂતોમાં હોબાળો મચી ગયો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે સારી મગફળી હોવા છતાં એજન્સી દ્વારા રિજેક્ટ કરવામાં આવી રહી છે અને બીજી તરફ ખરીદીમાં વધુ વજન ભરી લેવામાં આવતું હોવાનું પણ કહેવામાં આવ્યું છે.
ડેપ્યુટી કલેક્ટર ઘટનાસ્થળે દોડી આવ્યા
ખેડૂતોએ કહ્યું, "એજન્સી રિજેક્ટ કરેલી મગફળી વેપારીઓ ખરીદે છે. જો મગફળી ખરેખર સારી ન હોય તો વેપારીઓ કેવી રીતે ખરીદી કરે છે?" આ ફરિયાદોને ધ્યાનમાં લઇને ડેપ્યુટી કલેક્ટર ઘટનાસ્થળે દોડી આવ્યા.













