પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ઝટકો લાગ્યો છે. આપના તાલુકા પ્રમુખ વિનોદ બારીયા સહિત આશરે 50 કાર્યકરો ભાજપમાં જોડાયા છે. આ સમીકરણથી ઘોઘંબા તાલુકાની રાજકીય પરિસ્થિતિમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી શકે છે
ફતેસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં આપના કાર્યકરોએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો
કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં આપના કાર્યકરોએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. ફતેસિંહ ચૌહાણે તમામ નવા જોડાયેલા કાર્યકરોને ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા હતા. આ પ્રસંગે કાર્યકરોએ ફતેસિંહ ચૌહાણના નિવાસસ્થાને ભાજપમાં જોડાણ કર્યું હોવાનું જાણવા મળ્યું છે.













