પંચમહાલ જિલ્લા વિકાસ અધિકારીની સખ્ત કાર્યવાહી હેઠળ પંચમહાલ જિલ્લામાં 29 તલાટીઓની એકસાથે બદલી કરવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. જાંબુઘોડા તાલુકાના કણજીપાણી ગામના તલાટી દ્વારા આચરાયેલ લગ્ન નોંધણી કૌભાંડને ધ્યાનમાં રાખીને આ કડક પગલાં લેવામાં આવ્યા છે.


તલાટીઓની બદલી માટે જિલ્લા સ્તરે નિર્ણય

વર્ષો સુધી એક જ ગ્રામ પંચાયતમાં ચીટકી રહેલા આ તલાટીઓની બદલી માટે જિલ્લા સ્તરે નિર્ણય લેવામાં આવ્યો છે. 5 વર્ષથી વધારે સમય સુધી એક જ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા 29 તલાટીઓની બદલી કરાઇ છે

10 વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા 3 તલાટી

9 વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા 3 તલાટી

8 વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા 8 તલાટી

7 વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા 6 તલાટી

5 વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા 12 તલાટીની બદલી કરી દેવાઇ છે

આ તાલુકાના તલાટીની બદલી કરાઇ

ગોધરા તાલુકાના 3 તલાટી, જાંબુઘોડાના 1, કાલોલ ના 8, હાલોલના 4 અને ઘોઘમ્બા તાલુકાના 11 તથા મોરવા હડફ ના 2 તલાટીની બદલી કરાઇ છે.


આ પણ વાંચો----    Gujarat Flashback 2025 : રાજ્યમાં સાયબર માફિયાઓનો આતંક, વીતેલા 9 મહિનામાં જ નોંધાઇ 1.42 લાખ ફરિયાદો

  • Follow us on: