પંચમહાલ જિલ્લામાં એસટી ડેપો મેનેજરની ગેરવર્તણૂક અંગે ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગોધરાના એસટી ડેપોમાંની એક મહિલા કંડક્ટર સાથે નોકરી સંબંધિત મુદ્દે ડેપો મેનેજર દ્વારા દાદાગીરી કરવામાં આવી હોવાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
મહિલા કંડક્ટર ઓવરટાઇમમાં નોકરી કરવા માટે મજબૂર
વિડિઓમાં એક મહિલા કંડક્ટર ઓવરટાઇમમાં નોકરી કરવા માટે મજબૂર થતી દેખાઈ રહી છે, જ્યારે ડેપો મેનેજર તેના પર દાદાગીરી કરતા દેખાય છે. મહિલાએ મેનેજરને ઓવરટાઇમમાંથી મુક્ત કરવાની વિનંતી કરી, પરંતુ અધિકારીએ ખૂબજ ખરાબ ભાષામાં જવાબ આપતા દાદાગીરી કરવાની ઘટના સામે આવી છે.













