પંચમહાલ જિલ્લાના કણજીપાણી ગામમાં નોંધાયેલા એક કથિત લગ્ન કૌભાંડમાં નવો વળાંક આવ્યો છે. આ કૌભાંડમાં લગ્નો રામજી મંદિરમાં થયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પરંતુ સામે આવ્યું છે કે કણજીપાણી ગામમાં કોઈ રામજી મંદિર અસ્તિત્વમાં જ નથી. આ મામલો મહેસાણાની એક યુવતીના લગ્ન કણજીપાણીમાં થયાના ઉલ્લેખ સાથે જોડાયેલો છે.


3 દિવસમાં 24 લગ્ન કરાયા હોવાનો આક્ષેપ

આક્ષેપ હતો કે માત્ર ત્રણ દિવસના ગાળામાં 24 લગ્નો અહીં નોંધવામાં આવ્યા હતા. આ કથિત કૌભાંડના પગલે પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે અને ગામના તલાટીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મંદિર ન હોવા છતાં લગ્નો નોંધાયાનો ખુલાસો થતાં આ સમગ્ર પ્રકરણમાં મોટી ગેરરીતિ થઈ હોવાનું સ્પષ્ટ થાય છે. પોલીસે અને વહીવટી તંત્રએ આ અંગે ઊંડી તપાસ શરૂ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: