પાટણ LCB દ્વારા રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ચલવાડા ગામની સીમમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો ઝડપાયો છે. પોલીસ દ્વારા કુલ ₹53,65,248/- કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં દારૂ અને વાહનોનો સમાવેશ થાય છે.


દારુનું કટિંગ થવાનું હોવાની પોલીસને બાતમી મળી

LCB એ રાધનપુર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ બાતમી મેળવી હતી. બાતમી અનુસાર રાત્રીના સમયે રેલવે ફાટકની નજીક આવેલી પડતર જગ્યામાં આઇસર ટ્રકમાં વિદેશી દારૂ લાવવામાં આવી રહ્યો હતો અને અન્ય વાહનોમાં હેરાફેરી (કટિંગ) થતી હતી.

કુલ 9,658 બોટલ/ટીન વિદેશી દારૂ અને બીયર જપ્ત

પોલીસ રેડ દરમિયાન સ્થળ પરથી કુલ 9,658 બોટલ/ટીન વિદેશી દારૂ અને બીયર જપ્ત કરાયા હતા, જેની કિંમત ₹21,65,248/- છે. આ ઉપરાંત, 4 વાહનો (એક આઇસર, એક ઇકો, એક પીકઅપ ડાલુ અને એક સ્કોર્પિયો) કબજે કરવામાં આવ્યા, જેની કિંમત ₹32,00,000/- છે. ત્યાંથી 50 પ્લાસ્ટિકના કેરેટ પણ કબજે થયા.

વાહન ચાલકો અને અન્ય સંડોવાયેલા ઇસમો રાત્રીના અંધારાનો લાભ લઈને ભાગી ગયા

પોલીસની રેડ દરમ્યાન વાહન ચાલકો અને અન્ય સંડોવાયેલા ઇસમો રાત્રીના અંધારાનો લાભ લઈને ભાગી ગયા હતા. પોલીસ દ્વારા રાધનપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને નાસી છૂટેલા તમામ ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

આ પણ વાંચો----  Ahmedabad : ઓઢવમાં હોટ મિક્ષ વાહનની ટક્કરથી મજૂર દટાયો, ફાયર બ્રિગેડ પહોંચ્યું

  • Follow us on: