પાટણ જિલ્લાના સમી-રાધનપુર હાઇવે પર ગંભીર અકસ્માત સર્જાયો છે. સમી હાઇવે પર આવેલ જય કિશાન હોટલ નજીક એક બાઈક અને ઈકો વચ્ચે અકસ્માત થયો હતો જેમાં બાઇક ચાલક યુવકનું મોત થયું હતું.
22 વર્ષના યુવકનું મોત
અકસ્માતમાં 22 વર્ષના યુવાન બાઈક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.













