પાટણ જિલ્લાના હારીજ-ચાણસ્મા હાઇવે પર ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. દાતરવાડા ગામ નજીક પુરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહને હાઇવે ક્રોસ કરી રહેલી મહિલાને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ગંભીર ઈજાઓને કારણે મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.


હારીજ-ચાણસ્મા હાઇવે પર હિટ એન્ડ રન

અકસ્માત સર્જ્યા બાદ અજાણ્યો વાહન ચાલક માનવતા નેવે મૂકીને પોતાનું વાહન લઈ ત્યાંથી નાસી છૂટ્યો હતો. અકસ્માતને પગલે હાઇવે પર લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ હારીજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હારીજ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે.

દાતરવાડા નજીક અજાણ્યા વાહને મહિલાને મારી ટક્કર

અત્યાર સુધી મૃતક મહિલાની ઓળખ થઈ શકી નથી. પોલીસે આસપાસના ગામોમાં તપાસ હાથ ધરી છે અને મહિલાની ઓળખ કરવા માટે સોશિયલ મીડિયા તેમજ અન્ય માધ્યમોની મદદ લેવામાં આવી રહી છે. હારીજ પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી, હાઇવે પર લાગેલા સીસીટીવી ફૂટેજની મદદથી ફરાર ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: