સ્વદેશી મેળાના ઠરાવમાં ભાજપ સભ્યોએ સહી કરી નથી અને નપાના 18માંથી 8 સદસ્યોએ સ્વદેશી મેળાનો વિરોધ કર્યો છે. વોર્ડ નં.2ના ઉમેદવારે સહી કર્યા બાદ સહી ચેકી નાખી હતી અને સભ્યને હારીજ નગરપાલિકા દ્વારા નોટિસ પાઠવાઇ હતી.


હારીજ નગરપાલિકામાં ભાજપના સભ્યોની બળવાખોરી આવી સામે

સરકારના વોકલ ફોર લોકલના ભાગરૂપે ચાલતા સ્વદેશી મેળાના પરિપત્રનો ભાજપના સભ્યોએ ઉલ્લંઘન કર્યુ છે, સરકારના “ વોકલ ફોર લોકલ ” ના ભાગરૂપે લાવવામાં આવતા સ્વદેશી મેળાના ઠરાવ માં ભાજપના જ સદસ્યો એ સહી કરી નહિ અને ભાજપ સાસિત હારીજ નગરપાલિકામાં 18 સદસ્યો માંથી 8 જેટલાં ભાજપના સદસ્યોએ સ્વદેશી મેળાનો કર્યો વિરોધ છે. હારીજ વોર્ડ નંબર 2 ના ભાજપ ના ઉમેદવારે ઠરાવમાં સહી કર્યા બાદ નગરપાલિકામાં આવીને સહી ચેકીને બળવાખોરી કરી.

સરકારના પરિપત્રમાં સહી નહી કરનાર ભાજપના બળવાખોર

01-ભાવનાબેન નવલસંઘ ચૌહાણ

02-જગદીશભાઈ સોલંકી

03-જયાબેન જગદીશભાઈ પરમાર

04-આરતીબેન પ્રતીક કુમાર મહેતા

05-હેતલબેન રમેશજી ઠાકોર

06-વિજ્યા લક્ષ્મી બેન ભીલ

07-રવિ કુમાર ઠક્કર

08-નીલમબેન કનૈયાલાલ ઠાકર


આ પણ વાંચો : Gujarat Budget 2026 : ગુજરાત અંદાજપત્ર 2026-27 માટે આદિવાસીઓના દેવી 'કંસરી દેવી'ના ચિત્ર સાથે વારલી ચિત્રકલા વાળી આકર્ષક બજેટ પોથી પસંદ કરાઈ



  • Follow us on: