પાટણમાં પાસા હેઠળ વોન્ટેડ રહેલો આરોપી સુરતમાંથી ઝડપાયો છે. લાંબા સમયથી પોલીસથી બચવા ફરાર રહેલા આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડતા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે
પોલીસથી બચવા સતત સ્થાન બદલતો
માહિતી મુજબ આરોપી મોહમદ આદીલ વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસાની દરખાસ્ત મંજૂર થયા બાદ પોલીસ તેની શોધમાં લાગી હતી. પરંતુ આરોપી પોલીસથી બચવા સતત સ્થાન બદલતો રહેતો હતો અને નાસતો ફરતો હતો.













