પોરબંદર શહેરમાં જ્યાં રોજ 10 હજારથી વધુ લોકોની અવર જવર કરી રહ્યા છે તેવા એસ.ટી.ડેપોમાં ફાયર સેફટી માટે માત્ર એક જ એસ્ટિંગ્યુશર ઉપલબ્ધ છે. આ ડેપોના બિલ્ડીંગનું ફાયર એન.ઓ.સી.પણ ઉપલબ્ધ નથી અને ડેપોમાં આગની ઘટના બને તો જવાબદાર કોણ તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે.
ફાયર અંગેની NOC મેળવવી ફરજિયાત
રાજ્યમાં અગાઉ બનેલ આગની અનેક ઘટનામાં અનેક માનવજીવ હોમાઈ ગયા છે. આગની ઘટના બાદ સરકાર દ્વારા તમામ જાહેર બિલ્ડિંગ તેમજ સરકારી ઇમારતો અને ખાનગી તેમજ જાહેર બિલ્ડિંગમાં નિયમો અનુસાર ફાયરના સાધનો ઉપલબ્ધ કરી ફાયર અંગેની NOC મેળવવી ફરજિયાત કરવામાં આવી છે.
એસ.ટી.ડેપોમાં પણ ફાયર સેફટીનો અભાવ
પોરબંદરમાં પણ અગાઉ ફાયર વિભાગની ટીમ દ્વારા શહેરમાં ફાયર અંગેની ચેકિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે ઝુંબેશ દરમ્યાન ફાયરની NOC ન ધરાવતા બિલ્ડિંગને સિલ મારવાની કાર્યવાહી પણ કરવામાં આવી હતી. પોરબંદર શહેર આવેલ એસ.ટી.ડેપોમાં પણ ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો છે.
હજારો મુસાફરોની અવર જવર
એસ.ટી ડેપો ખાતે દિવસ દરમ્યાન વિવિધ વિસ્તારમાંથી 10 હજારથી વધુ મુસાફરો તથા વિદ્યાર્થીઓની અવાર જવર રહેતી હોય છે ત્યારે ડેપોમાં આગની ઘટના બને તો મોટી દુર્ઘટના બને તેમ છે તેમજ ડેપોની નજીક જ પેટ્રોલપંપ પણ આવેલ છે તેમછતાં ડેપોના બિલ્ડિંગમાં પૂરતા ફાયરના સાધનો ઉપલબ્ધ નથી.
ફાયરની NOC મેળવી નથી
એસ.ટી ડેપોના અધિકારીઓએ નિયમો અનુસાર ડેપો એ ફાયરની NOC મેળવી નથી ત્યારે આગની ઘટના બને તો જવાબદાર કોણ તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે..
આ પણ વાંચો---- Rajkot : ખોડલધામમાં આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલને સંગઠન અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપાઇ