સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામે થયેલી ઘરફોડ ચોરીના ગુનાને ઉકેલવામાં પોલીસ તંત્રને સફળતા મળી છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠાએ ઝડપથી કામગીરી કરી અને ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે.


બંધ મકાનનું તાળું તોડી 14.75 લાખના સોનાના દાગીનાની ચોરી

સોનાસણમાં રહેતા દર્શનાબેન પટેલ ના બંધ મકાનનું તાળું તોડી 14.75 લાખના સોનાના દાગીનાની ચોરી કરવામાં આવી હતી. આ મામલે પોલીસે ગુનો નોંધીને સીસીટીવી તથા ટેક્નિલ સર્વેલન્સના આધારે તપાસ શરુ કરી હતી.

 સોનાસણના જ રહેવાસી રાજ પટેલની ધરપકડ

પોલીસે ઉંડી તપાસ કરીને સોનાસણના જ રહેવાસી રાજ પટેલની ધરપકડ કરી હતી. પોલીસ પુછપરછ દરમિયાન આરોપીએ ચોરીનો ગુનો કબૂલ કર્યો હતો. પોલીસે તેની પાસેથી 12,34,650 રુપિયાના સોનાના દાગીનાં અને મોબાઇલ જપ્ત કર્યા છે.

પોલીસે તપાસ શરુ કરી

પોલીસે આરોપીની ધરપકડ કરી મામલાની વધુ તપાસ હાથ ધરી છે. 


આ પણ વાંચો-----    Surat : જમીન કૌભાંડના આરોપી બિલ્ડર વિનુ માલવિયાની પોલીસની હાજરીમાં દાદાગીરી, આરોપીઓનો વરઘોડો કાઢતી પોલીસ મૂકપ્રેક્ષક



  • Follow us on: