સાબરકાંઠા જિલ્લામાં પ્રાંતિજના સાદોલિયા બ્રિજ પર ઓવરલોડ ટ્રકો બેફામ બની રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. ટ્રક-ડમ્પર ચાલકોએ સાદોલિયા બ્રિજની સાઇડમાંથી અવરજવર શરૂ કરી દીધી છે. જે કારણે અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. આવા ટ્રક-ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને બ્રિજની સાઈડ બંધ કરવામાં આવે તેવી માગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે.


ભારે વાહનોની અવરજવર પુનઃશરૂ થતા મોટા અકસ્માતનું જોખમ

સાદોલિયા બ્રિજના બીજા છેડે હાઇટ બેરિયર ટ્રક ચાલકોએ તોડી નાંખી છે. ઉલ્લેખનીય છે કે, ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સાદોલિયા બ્રિજ પણ ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધિત રાખવામાં આવ્યો છે. ભારે વાહનોની અવરજવર પુનઃશરૂ થતા મોટા અકસ્માતનું જોખમ તોળાઈ રહ્યું છે. બંને છેડે પોલીસ પોઈન્ટ પણ ગાયબ હોય એવી સ્થિતિ સર્જાઈ છે.

હાઈટ બેરિયરની સાઈડમાં રસ્તો કરીને પુલ પર ચાલી રહ્યા છે ભારે વાહનો

પ્રાંતિજ નજીક સાદોલિયા ગામના સાબરમતી બ્રિજ પર ઓવરલોડ ટ્રકો બેફામ બની અવરજવર કરતા નજરે પડી રહ્યા છે. આ ઓવરલોડ ટ્રક-ડમ્પરોના ચાલકો હાઈટ બેરિયરની સાઈડમાં રસ્તો કરી પુલનો ઉપયોગ કરી રહ્યા છે. સાદોલિયા પુલને ઈજનેર ટીમ દ્વારા નિરીક્ષણ કરીને ભારે વાહનો માટે પ્રતિબંધ કર્યો હતો. જે બાદ ભારે વાહનોની અવરજવર પુનઃ શરૂ થતા અકસ્માતનું જોખમ ઉભું થયું છે.


આ પણ વાંચો - Sabarkantha News: વિદેશી દારૂની 900 બોટલ સાથે આરોપીની ધરપકડ



  • Follow us on: