પાટણની રાધનપુર નગરપાલિકામાં સફાઈ કામદારોની ભરતીમાં મોટા કૌભાંડના આક્ષેપોથી ખળભળાટ મચી ગયો છે. તાજેતરમાં યોજાયેલી સામાન્ય સભામાં આ મામલે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. વર્ષ 2021માં થયેલી સફાઈ કામદારોની ભરતીમાં કૌભાંડ થયું હોવાનો આક્ષેપ ખુદ સફાઈ કામદારોએ કર્યો છે. તેમના જણાવ્યા મુજબ તત્કાલીન ચીફ ઓફિસરે ખોટી રીતે 13 કામદારોની ભરતી કરી હતી.
સામાન્ય સભામાં ચીફ ઓફિસર સામે કૌભાંડના આક્ષેપ
સફાઈ કામદારોએ આક્ષેપ કર્યો છે કે ભરતી કરાયેલા આ નવા 13 કામદારો પાસે સફાઈની કામગીરી જ કરાવાતી નથી. તેના બદલે તેમને અન્ય કામગીરી કરાવીને નિયમિત પગાર ચૂકવવામાં આવે છે. આનાથી પાલિકાના વહીવટ સામે ગંભીર શંકા ઊભી થઈ છે અને આ મામલે યોગ્ય તપાસ થવી જોઈએ તેવી માગણી ઉઠી છે.













