પાટણ જિલ્લાના રાધનપુરમાં 18 નવેમ્બરના રોજ યોજાયેલા એક વૃક્ષારોપણ કાર્યક્રમનો ફિયાસ્કો થયો હોવાનું સામે આવ્યું છે. ધારાસભ્ય લવિંગજી ઠાકોર, જિલ્લા પ્રમુખ અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓની હાજરીમાં સુરભી ગૌશાળા પાસેની ખુલ્લી જગ્યામાં આશરે 150 જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. જોકે વૃક્ષારોપણ બાદ રાધનપુર વન વિભાગની બેદરકારીને કારણે આ છોડોની કોઈ જ દરકાર લેવામાં ન આવી.


18 નવેમ્બરે યોજાયો હતો વૃક્ષારોપણ કાર્યક્રમ

તાલુકા ભાજપ મહામંત્રી ભાવાજી ઠાકોરે જણાવ્યું કે વૃક્ષોને પાણી પણ આપવામાં આવ્યું નથી, જેના કારણે તમામ છોડ સુકાઈ ગયા છે અને તેમનું 'બાળમરણ' થયું છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે જો માવજત ન થાય તો વૃક્ષારોપણ કરવાનો કોઈ મતલબ નથી. આ ઘટનાના પગલે વન વિભાગની કામગીરી પર સવાલો ઉભા થયા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: