પાટણ જિલ્લાની રાધનપુર પોલીસે પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા રાજસ્થાની આરોપી તિલારામ ઉર્ફે ત્રિલોક ચેનારામ જાટને રાધનપુર હાઈવે પર ચાર રસ્તા પાસે ઝડપી પાડ્યો છે.


 પ્રોહિબિશનના વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ હતો

આરોપી તિલારામ ઉર્ફે ત્રિલોક ચેનારામ જાટ (ઉંમર 27, રહે. સિયોલો કી બેરી બાંડ, તા. ગુડામલાણી, જિ. બાડમેર, રાજસ્થાન) પર સમી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબિશનના વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ હતો. તેનો વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 (BNSS) ની કલમ-72 મુજબ વોરંટ પણ ઈસ્યૂ કરવામાં આવ્યું હતું.

પોલીસે રાજ પાર્લર નજીકથી આરોપીને દબોચી લીધો

પાટણ જિલ્લા પોલીસ દ્વારા નાસતા ફરતા અને પેરોલ જમ્પ કરનાર શખ્સોને પકડવા માટે વિશેષ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રાઈવ અંતર્ગત રાધનપુર પોલીસે ટીમો બનાવી સઘન તપાસ હાથ ધરી હતી. ચોક્કસ બાતમીના આધારે, રાધનપુર પોલીસે રાજ પાર્લર નજીકથી આરોપીને દબોચી લીધો હતો.


આ પણ વાંચો----   Delhi ના સીએમ રેખા ગુપ્તા પર હુમલો કરનારા ગુજરાતના 2 યુવકો સામે આરોપો ઘડાયા, ઇન કેમેરા થશે સુનાવણી

  • Follow us on: