પાટણ શહેરના લીમડીચોક અને કસુંબીવાડા વિસ્તારમાં ગેરકાયદે ચાલતા કતલખાનાઓને લઈ સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ગેરકાયદે કતલખાનાઓથી વિસ્તારમાં ગંદકી, દુર્ગંધ અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ ઊભી થતી હોવાનો આક્ષેપ કરી સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો હતો.
કતલખાનાઓના કચરાના કારણે આસપાસનું વાતાવરણ અસ્વચ્છ
આ મામલે સ્થાનિક લોકોએ પાટણ કલેકટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક પગલાં લેવા માગણી કરી હતી. નાગરિકોએ જણાવ્યું હતું કે કતલખાનાઓના કચરાના કારણે આસપાસનું વાતાવરણ અસ્વચ્છ બની રહ્યું છે, જેનાથી રોગચાળો ફેલાવાની શક્યતા રહે છે.













