રાજકોટના જુના માર્કેટ યાર્ડના મુખ્ય માર્ગ પર ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે, જેના કારણે સ્થાનિકો અને વાહનચાલકોમાં ભય ફેલાયો છે. અહીં કેટલાક અસામાજિક તત્વો દારૂ પીધેલી હાલતમાં રસ્તા પર એકઠા થયા હતા અને બેફામ બનીને પસાર થતાં ભારે વાહનોને રોક્યા હતા. આ સમગ્ર ઘટનાના વીડિયો સામે આવ્યા છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.
સ્થાનિક પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલો
વીડિયોમાં તત્વોની દાદાગીરી સ્પષ્ટ જોઈ શકાય છે. આ ઘટનાને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી અને વાહનચાલકો અસલામતી અનુભવી રહ્યા છે. ખુલ્લેઆમ નશાની હાલતમાં માર્ગ પર વાહનો રોકવાના બનાવથી સ્થાનિક પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. પોલીસે તાત્કાલિક આ તત્વો સામે કડક પગલાં લે તેવી માંગ ઉઠી છે.













