રાજકોટના એકલવ્ય ચોક, જે જૂના ભીલવાસ ચોક તરીકે ઓળખાય છે, ત્યાં ધાર્મિક લાગણી દુભાવતી એક ચોંકાવનારી વિગત સામે આવી છે. સંદેશ ન્યૂઝ દ્વારા કરવામાં આવેલા રિયાલિટી ચેકમાં જાણવા મળ્યું છે કે, અહીં આવેલા પવિત્ર હનુમાનજી અને મહાદેવના મંદિરથી માત્ર ૧૦૦ મીટરના જ અંતરે કતલખાનું ધમધમી રહ્યું છે. નિયમ મુજબ કોઈપણ ધાર્મિક સ્થળના બે થી ત્રણ કિલોમીટરના વિસ્તારમાં કતલખાનું હોવું જોઈએ નહીં, પરંતુ અહીં આ નિયમોના સરેઆમ ધજાગરા ઉડી રહ્યા છે. દરરોજ હજારો શ્રદ્ધાળુઓ આ મંદિરે દર્શન કરવા આવે છે, પરંતુ તેમને ભગવાનના દર્શન થાય તે પહેલા માંસના લોચા અને કતલખાનાના દ્રશ્યો જોવા પડે છે.


તંત્રના આંખ આડા કાન

મંદિરે આવતા દર્શનાર્થીઓએ સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં ભારે આક્રોશ ઠાલવ્યો હતો. ભક્તોનું કહેવું છે કે કતલખાનાને કારણે આસપાસના વિસ્તારમાં સતત તીવ્ર દુર્ગંધ ફેલાયેલી રહે છે, જેના કારણે ભક્તિમય વાતાવરણમાં ખલેલ પડે છે અને મનમાં નકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે. સ્થાનિકોની માંગ છે કે તંત્ર સત્વરે આ મામલે કડક કાર્યવાહી કરે અને આ કતલખાનાઓને શહેરની મર્યાદાની બહાર ખસેડવામાં આવે. શ્રદ્ધાળુઓની આસ્થા અને લાગણીને ધ્યાને રાખીને તંત્ર ક્યારે જાગશે અને આ ગેરકાયદેસર પ્રવૃત્તિ પર ક્યારે રોક લગાવશે તે હવે મોટો સવાલ છે.

આ પણ વાંચો : Kutch ના કાંઠા વિસ્તારમાં એજન્સીઓની કામગીરીનું નિરીક્ષણ, સંરક્ષણ સચિવે લીધી ગ્રાઉન્ડ લેવલની વિગતો

  • Follow us on: