રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણીના શાપર વેરાવળ વિસ્તારમાં ગેસ પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતા પ્રચંડ આગ લાગી હતી.ઘટનાના કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.સ્થાનિક લોકોમાં ભયનો માહોલ પણ ફેલાયો હતો.શાપર વેરાવળના નર્મદા ગેટની અંદર અંકિત જનરલ સ્ટોર પાસે ખોદકામનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન અચાનક ગેસની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. પાઈપ તૂટતા જ ગેસ લીકેજ સાથે જ પ્રચંડ આગ ભભૂકી ઉઠી હતી.


વીજ લાઈન બળતા નુકસાન થયું

આગ લાગતા આસપાસના વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો અને લોકો તાત્કાલિક સ્થળેથી દૂર ખસ્યા હતા.આગના કારણે ઉપરથી પસાર થતી વીજ લાઈનોને પણ નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક કામગીરી હાથ ધરી આગ પર કાબૂ મેળવ્યો હતો.આગ કાબૂમાં આવતા આસપાસના લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.જોકે ગેસ પાઈપ લાઈન તૂટતા સર્જાયેલી આગને કારણે વિસ્તારમાં થોડા સમય માટે સ્થિતિ તંગ જોવા મળી હતી.સમગ્ર ઘટનાને લઈને તંત્ર દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Banaskantha: સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 20 વર્ષની સખત કેદની સજા, 4 લાખનું વળતર ચૂકવવાનો કોર્ટનો આદેશ


  • Follow us on: