રાજકોટની HCG હોસ્પિટલમાં યુવકના મોત બાદ સર્જાયેલા વિવાદ પર હવે હોસ્પિટલ પ્રશાસન દ્વારા સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી છે. હોસ્પિટલના COOએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું હતું કે, દર્દીની સ્થિતિ અત્યંત ગંભીર હતી અને સારવાર દરમિયાન તેમની તબિયતમાં સતત ઉતાર-ચઢાવ આવી રહ્યા હતા. તેમણે સ્પષ્ટતા કરી હતી કે દર્દીને પ્રોટોકોલ મુજબ ICUમાં રાખીને તમામ જરૂરી તબીબી સારવાર આપવામાં આવી રહી હતી. પરિવાર દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપોને નકારતા તેમણે ઉમેર્યું કે, હોસ્પિટલે દર્દીના જીવ બચાવવા માટે પૂરતા પ્રયાસો કર્યા હતા.


HCG હોસ્પિટલે આક્ષેપો નકાર્યા

બિલિંગ અને વીમા બાબતે થયેલા વિવાદ પર COOએ જણાવ્યું કે, હોસ્પિટલ દ્વારા પરિવાર પાસેથી કોઈ પણ પ્રકારના વધારાના નાણાં વસૂલવામાં આવ્યા નથી. જોકે કુલ બિલ અંદાજે 32 લાખ રૂપિયાની આસપાસ થયું હતું, પરંતુ હોસ્પિટલે માનવતાના ધોરણે પૂરેપૂરી રકમ લીધી નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, જ્યાં સુધી પેશન્ટનો મેડિકલેમ ચાલુ હતો ત્યાં સુધી તેમાંથી રકમ લેવામાં આવી હતી અને વીમાની મર્યાદા પૂર્ણ થયા બાદ જ હોસ્પિટલ દ્વારા નિયમ મુજબ ચાર્જ વસૂલવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. હોસ્પિટલ તંત્રએ કોઈપણ પ્રકારની નાણાકીય છેતરપિંડીના આરોપોને પાયાવિહોણા ગણાવ્યા છે.

આ પણ વાંચો : Ambaji માં ભક્તિનો મહાકુંભ, 30 જાન્યુઆરીથી શરૂ થશે ભવ્ય '51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ'

  • Follow us on: