રંગીલા રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઊભા કરતી વધુ એક ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા જે.કે. ચોક વિસ્તારમાં એક પુરુષ પર મહિલાઓ દ્વારા હુમલો કરવામાં આવતા અફરાતફરી મચી ગઈ હતી. આ હિંસક મારામારીના દ્રશ્યો કોઈએ મોબાઈલમાં કેદ કરી લેતા હવે તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.


એક વ્યક્તિ પર મહિલાઓએ કર્યો હુમલો

જે.કે. ચોક પાસે કોઈ અગમ્ય કારણોસર પુરુષ અને મહિલાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં મામલો એટલો બિચક્યો હતો કે મહિલાઓના જૂથે પુરુષને ઘેરી લીધો હતો અને તેની પર હુમલો કરવાનું શરૂ કર્યું હતું. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલાઓ પુરુષ સાથે ઝપાઝપી કરી રહી છે અને રસ્તા પર જ હંગામો મચાવ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ રાજકોટ પોલીસ હરકતમાં આવી છે.

પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી

પોલીસે વાયરલ વીડિયોના આધારે ઘટનાની સત્યતા તપાસવા અને હુમલો કરનાર મહિલાઓ તેમજ ભોગ બનનાર પુરુષની ઓળખ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ મારામારી અંગત અદાવતને કારણે થઈ છે કે રસ્તા પર કોઈ ત્વરિત વિવાદ (Road Rage) ને લીધે, તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. પોલીસ દ્વારા આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યા છે જેથી ઘટનાની ચોક્કસ વિગતો જાણી શકાય.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: