આ નિર્માણ કાર્યને કારણે કેટલીક ટ્રેનોના ઠેરાવ (સ્ટોપેજ) અસ્થાયી રીતે રદ કરવામાં આવ્યા છે. લાખાબાવળ સ્ટેશન પર આ વ્યવસ્થા 25 ફેબ્રુઆરી, 2026 સુધી તથા પીપળી સ્ટેશન પર 25 માર્ચ, 2026 સુધી અમલમાં રહેશે.


આ ટ્રેનો આ સ્ટેશને નહી ઉભી રહે

01-ટ્રેન નંબર 19209/19210 ભાવનગર–ઓખા–ભાવનગર એક્સપ્રેસ તાત્કાલિક અસરથી 25.02.2026 સુધી લાખાબાવળ સ્ટેશન પર ઠેરાવ અસ્થાયી રીતે રદ.

02- ટ્રેન નંબર 19210 ઓખા–ભાવનગર એક્સપ્રેસ તાત્કાલિક અસરથી 25.03.2026 સુધી પીપળી સ્ટેશન પર ઠેરાવ અસ્થાયી રીતે રદ.

રેલ પ્રશાસન મુસાફરોને વિનંતી કરે છે કે ઉપરોક્ત અસ્થાયી ફેરફારોને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીની યોજના બનાવે. ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અને અદ્યતન માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર અવલોકન કરે, જેથી કોઈ પણ પ્રકારની અસુવિધા ટાળી શકાય.


આ પણ વાંચો : Railway News : ડાંગરવા સ્ટેશન યાર્ડમાં એન્જિનિયરિંગ કાર્ય માટે બ્લોકને કારણે કેટલીક ટ્રેનો રદ્દ રહેશે



  • Follow us on: