ઓસ્ટ્રેલિયાના વિઝા અપાવવાની લાલચ આપી રાજકોટના યુવાન સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ કેસમાં રૂ. 50 લાખથી વધુની ચિટિંગ કરાઈ હોવાનું બહાર આવ્યું છે.
સાયબર પોલીસ મથકમાં ફરિયાદ
પીડિત યુવકે સાયબર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસના પગલે વિવેક કુસવાહ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે.













