રાજકોટ એઇમ્સ (AIIMS) ના MBBS ના વિદ્યાર્થી રતનકુમાર મેઘવાલના આપઘાત કેસે રાજ્યભરમાં ચકચાર જગાવી છે. આ મામલે તપાસ કરી રહેલા SC-ST સેલ દ્વારા હવે એક મહત્વનું કદમ ઉઠાવવામાં આવ્યું છે. પોલીસ દ્વારા રતનકુમારની મહિલા મિત્રનું નિવેદન નોંધવામાં આવ્યું છે, જે આ કેસના મૂળ સુધી પહોંચવા માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.
મહિલા મિત્રના પરિવારને ફોન કર્યો હતો
તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, રતનકુમારે આત્મહત્યા કરતા પહેલા તેની આ મહિલા મિત્રના પરિવારને ફોન કર્યો હતો. આ ફોન કોલ દરમિયાન તેણે અન્ય વિદ્યાર્થીઓ બાબતે કેટલીક માહિતી આપી હોવાનું સામે આવ્યું છે.













