રાજકોટ જિલ્લાના ખીરસરા ગામે થયેલ ઘરફોડ ચોરીના ગુનાનો રાજકોટ રૂરલ ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. ઉપલેટાના ભાયાવદર વિસ્તારમાં નોંધાયેલા ચોરીના કેસમાં પોલીસે બે રીઢા તસ્કરોને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
પોલીસે રૂ.2 લાખથી વધુની રોકડ રકમ રિકવર કરી
પકડાયેલા આરોપીઓના નામ જકશી વાઘેલા અને કિશન વાઘેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેમની પાસેથી રૂ.2 લાખથી વધુની રોકડ રકમ રિકવર કરી છે. ઉપરાંત મોબાઇલ ફોન અને અન્ય ચોરીનો સામાન પણ કબજે કરવામાં આવ્યો છે.













