રાજકોટમાં કરદાતાઓને રાહત આપવા માટે રાજકોટ કોર્પોરેશન દ્વારા મહત્વપૂર્ણ અને પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. વેરા વસૂલાતને ધ્યાનમાં રાખીને શનિવાર અને રવિવારના દિવસોમાં પણ કચેરીઓ ખુલ્લી રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
RMC દ્વારા ખાસ આયોજન
માહિતી મુજબ શહેરમાં વેરા વસૂલાત વધારવા તેમજ કરદાતાઓને સરળતા રહે તે માટે RMC દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત તમામ બોર્ડ કચેરીઓ અને ઝોન કચેરીઓ શનિ-રવિવારે કાર્યરત રાખવામાં આવશે જેથી લોકો સરળતાથી પોતાનો વેરો ભરી શકે.













