રાજકોટમા મહિલા શિક્ષિકાના બાળકી સાથેના દુર્વ્યવહાર અંગે આજે કોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. કોર્ટે સુનાવણીમાં આ કેસમાં પોલીસને ફટકાર લગાવી છે. આ કેસમાં આઈપીએસ અધિકારીના મોનિટરિંગ હેઠળ તપાસ કરવા કોર્ટે આદેશ કર્યો છે. આ કેસમાં રાજકોટની પ્રદ્યુમનગર પોલીસે ભરેલ સમરી રિપોર્ટ કોર્ટે નામંજૂર કર્યો છે. તત્કાલીન PI ભાર્ગવ ઝણકાટ સામે ગૃહ વિભાગમાં રિપોર્ટ કરાયો છે.


IPSના મોનિટરિંગ હેઠળ તપાસ કરવા આદેશ

રાજકોટમાં કર્ણાવતી સ્કૂલની શિક્ષિકાએ બાળકીના ગુપ્તાંગ પર ઈજા પહોંચાડી હતી. આ કેસની સુનાવણી કોર્ટમાં યોજાઈ રહી છે.ત્યારે કોર્ટે પોલીસની કામગીરી સામે ફટકાર લગાવી છે. પોલીસે તપાસમાં સીસીટીવી ફૂટેજ રજૂ નહીં કર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. કોર્ટે સમગ્ર મામલે IPSના મોનિટરિંગ હેઠળ તપાસ કરવા આદેશ કર્યો છે. તત્કાલિક પીઆઈ ભાર્ગવ ઝણકાટ સામે ગૃહ વિભાગમા રિપોર્ટ કરવામાં આવ્યો છે. કોર્ટે પ્રદ્યુમનગર પોલીસે ભરેલ સમરી રિપોર્ટ કોર્ટે નામંજૂર કર્યો છે.


આ પણ વાંચોઃ Gir Somnath SwabhimanParv : વડાપ્રધાન મોદીએ હાથમાં ડમરૂ લઈને શૌર્ય યાત્રાનો પ્રારંભ કરાવ્યો, હર હર મહાદેવના નાદથી પ્રભાસ પાટણ ગુંજી ઉઠ્યું


  • Follow us on: