રાજકોટ શહેરના વિવાદિત વીર સાવરકર ઈન્ડોર સ્ટેડિયમના સંચાલનને લઈને બે પૂર્વ ચેરમેન પર આક્ષેપ કરવામાં આવ્યા છે. કોર્ટે જૈમન ઉપાધ્યાય અને પૂષ્કર પટેલને નોટિસ ફટકારી છે, અને તેમને જવાબ આપવા માટે આદેશ આપ્યો છે.


 સ્ટેડિયમના સંચાલનને સરગમ ક્લબને સોંપવાની પ્રક્રિયાથી વિવાદ

આ વિવાદ રેસકોર્સના વીર સાવરકર ઈન્ડોર સ્ટેડિયમના સંચાલનને સરગમ ક્લબને સોંપવાની પ્રક્રિયાને લઈ છે, જે પ્રક્રિયા 2012માં ટેન્ડર વિના કરવામાં આવી હતી.

બે પૂર્વ ચેરમેનને નોટિસ

જાગૃત નાગરિકઆનંદ વ્યાસ દ્વારા આ મામલે કોર્ટમાં ફરિયાદ કરાઇ હતી. કોર્ટે આ મામલે પૂર્વ ચેરમેન જૈમન ઉપાધ્યાય અને પૂષ્કર પટેલને નોટિસ ફટકારી જવાબ આપવાનો આદેશ આપવામાં આવ્યો છે. 


આ પણ વાંચો---    Gandhinagar : ભાજપે કરી રાજ્યના 34 જિલ્લા 8 મહાનગરમાં પ્રભારીઓની નિમણૂક, વાંચો કોને કોને મળ્યું સ્થાન

  • Follow us on: