રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં આજે ડિમોલીશનની કાર્યવાહી તંત્ર દ્વારા શરુ કરાઇ છે. તંત્ર દ્વારા તમામ કાચા પાકા મકાનોને તોડી પાડીને 87 હજાર ચો.મી જગ્યા ખાલી કરાશે અને અંદાજે 312 કરોડની જમીન ખાલી થશે


આજી નદીના કાંઠે છેલ્લા 70 વર્ષથી લોકો વસવાટ કરી રહ્યા છે

આજી નદીના કાંઠે છેલ્લા 70 વર્ષથી લોકો વસવાટ કરી રહ્યા છે જેના કારણે કાચા પાકા દબાણો ઉભા થઇ ગયા છે. આ દબાણોને દૂર કરવા માટે કોર્પોરેશન અને કલેક્ટર તંત્ર આજે કામગિરી કરી રહ્યું છે. 2007થી 3 વખત દબાણગ્રસ્તોને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ હવે, રિવરફ્રન્ટ અને ટીપી યોજના હેઠળ આ મકાનો હટાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

1980ના દાયકામાં આ વિસ્તારમાં દબાણનો વિસ્તાર થયો

આજી નદીના કાંઠે છેલ્લા 70 વર્ષથી લોકો વસવાટ કરતા આવ્યા છે. આ વિસ્તાર શરૂઆતમાં કાચા ઝૂંપડાં હતા, પરંતુ સમય સાથે એ મકાનોમાં પરિવર્તિત થઈ ગયા. 1980ના દાયકામાં આ વિસ્તારમાં દબાણનો વિસ્તાર થયો અને તત્કાલીન મનપા કમિશનરોએ નોટિસ ફટકારી હતી.

 રિવરફ્રન્ટનો પ્રસ્તાવ

આજી નદીના કાંઠે રિવરફ્રન્ટ બનાવવાનું નક્કી કરાયા બાદ દબાણોને દૂર કરવા જરુરી બન્યા હતા. જંગલેશ્વરમાં ટીપી લાગુ થતાં સમગર્ વિસ્તારમાં ુબા થઇ ગયેલા દબાણો તંત્રના ધ્યાનમાં આવ્યા હતા. ટીપી રોડ ઉપરાંત કલેક્ટર તંત્રની જમીન પર પણ દબાણો ઉભા થઇ ગયા હતા. આ યોજના હેઠળ, 87000 ચો.મી. જમીન ખાલી કરાવાઇ રહી છે, જેનું મૂલ્ય અંદાજે 312 કરોડ રૂપિયા છે.

દબાણગ્રસ્તોને આવાસની ફાળવણી

આ કામગીરીના ભાગરૂપે, 2002 થી 2011 સુધી અનેક વખત દબાણને લઇને સર્વે પણ કરાયેલો હતો. 15 વર્ષ પહેલા, દબાણગ્રસ્તો માટે ડ્રો સિસ્ટમ હેઠળ મકાન પણ ફાળવાયા હતા.

10 થી વધુ જેસીબી અને ટ્રેક્ટર દ્વારા કાર્યવાહી

આ મહત્ત્વપૂર્ણ ડિમોલિશન કામગીરીમાં 10 થી વધુ જેસીબી અને ટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 2007થી આજે સુધી, આ વિસ્તારના દબાણોની યોગ્ય રીતે તપાસ કરવામાં આવી હતી, અને હવે મેગા ડિમોલિશનનું કાર્ય તંત્ર દ્વારા આરંભ કરાયું છે.


આ પણ વાંચો----    Vadodara : અનગઢ પાસે રેલવે ટ્રેક પર શંકાસ્પદ વિસ્ફોટક પદાર્થ મળવાના મામલામાં મોટો ઘટસ્ફોટ, પોલીસ પણ ચોંકી ઉઠી

  • Follow us on: