રાજ્યમાં એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે રાજકોટ ગ્રામ્યના ઉપલેટા પંથકમાં RTI ના નામે અને પત્રકારત્વના ઓઠા હેઠળ સરકારી કર્મચારીઓને બાનમાં લેતા એક કથિત પત્રકારની પોલીસે ધરપકડ કરી છે. આશિષ લલકીયા નામના આ શખ્સે RTI એક્ટિવિસ્ટ હોવાનો ડોળ કરી અનેક લોકોને આર્થિક અને માનસિક રીતે હેરાન કર્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.


ખંડણી અને હેરેસમેન્ટના ગુના

મળતી માહિતી મુજબ, આશિષ લલકીયાએ ઉપલેટાના ખરચિયા ગામના સરપંચ પાસે RTI અંતર્ગત વિગતો માંગી હતી અને ત્યારબાદ ખંડણી માંગી હોવાનો ગુનો નોંધાયો હતો. આટલું જ નહીં, ગ્રામ્ય પંથકની બે મહિલા સરકારી કર્મચારીઓને પણ આ કથિત પત્રકારે અસભ્ય વર્તન અને અન્ય રીતે માનસિક રીતે હેરાન-પરેશાન કરી હોવાની ફરિયાદો ઉઠી હતી.

પોલીસ એક્શન

સરકારી કર્મચારીઓ અને જનપ્રતિનિધિઓને બ્લેકમેલ કરી 'તોડ' કરવાની આ પ્રવૃત્તિને ગંભીરતાથી લઈ જિલ્લા પોલીસે આશિષ લલકીયાની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ શખ્સ પત્રકારત્વના નામે અધિકારીઓ પર દબાણ બનાવી પૈસા પડાવવાનું કામ કરતો હતો. હાલ પોલીસ દ્વારા તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે કે તેણે હજુ સુધી કોની કોની પાસેથી તોડબાજી કરી છે. આગામી સમયમાં આ મામલે અન્ય મોટા ખુલાસા થવાની પણ શક્યતા છે.


આ પણ વાંચો----    Surat : ઉમરામાં ઉદ્યોગપતિની પુત્રવધૂનો આપઘાત, લગ્નના 3 મહિનામાં જ ખ્યાતિ કેજરીવાલે જીવન ટૂંકાવ્યું

  • Follow us on: