રાજકોટમાં પોન્ઝી સ્કીમ દ્વારા મોટી છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. ઊંચા વળતરની લાલચ આપી લોકો પાસેથી કરોડો રૂપિયા એકત્ર કરી ઠગાઈ કર્યાના આક્ષેપ સાથે 300થી વધુ લોકો ભોગ બન્યા હોવાની ફરિયાદ કરવામાં આવી છે.
રાહુલ નૈના અને જીતેન્દ્ર નૈનાએ ઠગાઇ કરી હોવાનો આરોપ
માહિતી મુજબ રાહુલ નૈના અને જીતેન્દ્ર નૈના નામના બે ભાઈઓએ “રુદ્રા ટ્રેડિંગ કંપની” નામે કંપની બનાવી રોકાણકારોને ઊંચા નફાની લાલચ આપી હતી. લોકો પાસેથી મોટી રકમ રોકાણ રૂપે લેવાઈ હતી અને થોડા સમય બાદ વધુ વળતર આપવાનો વાયદો કરવામાં આવ્યો હતો.













