રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના બાંદરા ગામ વિસ્તારમાં નર્મદા પાઇપલાઇનમાંથી પાણી ખેતરોમાં ઘૂસી જતાં ખેડૂતોને ભારે નુકસાન થયું છે. અચાનક પાણી ભરાવાની ઘટના સામે આવતા ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે.


પાણીનો વાલ્વ વધારે ખોલી દેવામાં આવતા પાણીનો પ્રવાહ વધી ગયો

માહિતી મુજબ નર્મદા પાઇપલાઇનનો પાણીનો વાલ્વ વધારે ખોલી દેવામાં આવતા પાણીનો પ્રવાહ વધી ગયો હતો. પરિણામે પાણી ખેતરોમાં ફરી વળ્યું અને ઉભા પાકને નુકસાન પહોંચ્યું. અચાનક પાણી ઘૂસતાં ખેડૂતોએ પાક બચાવવા પ્રયાસ કર્યા, પરંતુ પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે મોટું નુકસાન થયું હોવાનું જણાવાયું છે.

પાણી ભરાઈ જતાં પાકને વધુ નુકશાન

સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર પાકમાં પાણી ભરાઈ જતાં પાકને વધુ નુકશાન થયું છે..


આ પણ વાંચો-----    Ahmedabad : લો બોલો આ તો આચાર્ય કે લાચાર્ય ? બાળકની માતાને હોટલમાં બોલાવી હતી, બજરંગ દળના કાર્યકરોએ આચાર્ય કિરીટ ઝાલાને ઝડપ્યો


  • Follow us on: